આ હ્રદયમાં આટલી લાગણી કોણે ભરી,
આંસુઓની આંખમાં વાવણી કોણે કરી.
જીવતર જાણે હવે શાપ લાગેછે મને,
જિંદગીને એવી અળખામણી કોણે કરી.
કે પછી એવો હશે કોઇતકાદો યાદનો,
હોઠ પાસે સ્મિતની માગણી કોણે કરી.
જ્યાં નઝર જ્યારે પડે ભીનાશ બસ ભીનાશ છે,
મોસમોને આટલી શ્રાવણી કોણે કરી.
આંસુઓની આંખમાં વાવણી કોણે કરી.
જીવતર જાણે હવે શાપ લાગેછે મને,
જિંદગીને એવી અળખામણી કોણે કરી.
કે પછી એવો હશે કોઇતકાદો યાદનો,
હોઠ પાસે સ્મિતની માગણી કોણે કરી.
જ્યાં નઝર જ્યારે પડે ભીનાશ બસ ભીનાશ છે,
મોસમોને આટલી શ્રાવણી કોણે કરી.
સ્તબ્ધતાના શહેરમાં જીવતા સપના બળે,
આંખના "આનંદ" ની તાપણી કોણે કરી.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો