એ પુનમ હતી કે હતી અમાસ મારા ટેરવાં કહેશે,
તારી જવાનીનો ઇતિહાસ મારા ટેરવાં કહેશે.
લોહીઝાણ રસ્તા ને કાતિલ ઊતારા,
કેવો હતો સ્પર્શનો પ્રવાસ મારા ટેરવાં કહેશે.
મને પાનખર ની પહેલી નઝર લાગી ત્યારે,
કોણ દૂર હતુ કોણ પાસ, મારા ટેરવાં કહેશે.
સિતારના તાર ઝણઝણાવી જોયા પરન્તુ,
સુર નિકળ્યો કેવો ઉદાસ મારા ટેરવાં કહેશે.
વિનોદ નગદિયા(આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો