શનિવાર, જાન્યુઆરી 14, 2012

જવાનો છું

ખબર છે એટલી પાકી કે આખર ડૂબવાનો છું,
છતાં તારા ભરોસે નાવ દરિયે લઇ જવાનો છું.

કે,મારા સાંભરણ ના થાકથી તું ચૂર થઇ જાશે,
પ્રસંગો એટલાં તારા જીવનમાં દઇ જવાનો છું.

ભલે ફાટી પડ્યું હો આભ,પરંતુ હાથ સાબૂત છે,
સિતારાથી ભરી ટાંકા હું પાછો સાંધવાનો છું.

વિનોદ નગદિયા(આનંદ)

ટિપ્પણીઓ નથી: