તારી ઊર્મિઓ ને તારૂં ભાવજગત,
ગઝલમાં મને તૂં બતાવ જગત.
મારામાં ઘૂઘવે છે લાગણીના પૂર,
અને કોરૂં કટ્ટાક છે સાવ જગત.
હું પ્રલયને સામે લેવા જાઉં છું,
તું આવી શકે તો આવ જગત.
બાજી પર બાજી હું હારી રહ્યો છું,
જીતે છે દાવ પર દાવ જગત.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો