નથી,મારી પાસે સવડતા નથી,
આ સપનાઓ સોંઘા પડતા નથી.
તરસ્યોજ કાયમ તરસ્યો રહું છું,
આ ખોબાના ખલીપા ખૂટતા નથી.
હજી એને મળવાની આશા કરૂં છું,
ચહેરાઓ જેના સાંભરતા નથી.
બૂમો કોરા કાગળમાં પાડ્યા કરૂં છું,
હતાશાના પડઘાઓ પડતા નથી.
ચણી છે દિવાલો એવી શૂન્યતાની,
આજવાળા આનંદ ના ફૂટતાં નથી.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો