સ્વપ્નમાં પણ નદી ખેતર સીમ આવે,
હમણાં મુજને યાદ વતન અસીમ આવે.
લીલા સિગ્નલ અને ભૂરાં રસ્તા વચ્ચે,
ક્યાંથી આવા થોર બાવળ નીમ આવે....હમણા..
આંખમાં ખૂંચે ગિલ્લિ દંડો કણું બની,
યાદ આખી ભેરૂઓની ટીમ આવે.....હમણાં..
પાંચ તારક મંદિરોના ઘંટારવમા,
ઝાલર દહેરૂં યાદ મને ભીમ આવે....હમણાં..
બિમારીમા કાયમ ઇચ્છા એવી થતી,
ફાકી લઇને દાઢીવાળા હકીમ આવે....હમણાં
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો