ગુરુવાર, જાન્યુઆરી 19, 2012

અંદરની રેતી

દિશાહીન પગલાં સમંદરની રેતી,
દઝાડે સતત આંખ અંદરની રેતી.

દિવાદાંડી થઇને ગયો છું ખોડાઈ,
સદી ગઇ છે મુજને આ બંદરની રેતી.

મહેલો સંબંધો ના અકબંધ રહ્યા નહિ,
હતી પાયામાં હાથ પંદર ની રેતી.

વિચારોના મારા  મુળ સ્ત્રોત બે છે,
આ મારી એકલતા, આ બંદરની રેતી.

હવાઓ પણ હવે નથી સાથ દેતી.
પરેશાન કબરે સિકંદરની રેતી.


વિનોદ નગદિયા(આનંદ)

ટિપ્પણીઓ નથી: