સોમવાર, જાન્યુઆરી 23, 2012

હતું

શ્વાસ ને ગુંગળાવતું કોઇ તત્વ હતુ,
એજ ઘરની હવાનુ તોય મમત્વ હતુ.

સહુ લીલા ઘાસની જેમ કચડી ગયા,
કારણ કે મારામાં ઓસનુ સત્વ હતુ.

એક શબ્દ આયનો થઇ સામે ઊભો,
પ્રતિબિંબનુ મને ક્યાં મહત્વ હતુ !

ગાઢ અંધકારમા બે ઘડી જીવી ગયો,
એજ શું અદલ મારૂં સાચુ વ્યક્તિત્વ હતું ?


વિનોદ નગદિયા (આનંદ)
 

ટિપ્પણીઓ નથી: