રવિવાર, જાન્યુઆરી 29, 2012

કરો આંખ ખાલી

બહુ ભરાઇ ગઇ છે, કરો આંખ ખાલી ,
ડેલી બંધ થઇ છે,  કરો આંખ ખાલી .

એક હુકમ મળ્યો છે સદર વાદળો થી,
ને મોસમની સહી છે, કરો આંખ ખાલી.

દિલના તોફાનો કાલે આંખોમાં આવશે,
એ આગાહી થઇ છે, કરો આંખ ખાલી.

એણે વાત દિલમાં જે છુપાવીને રાખી,
નઝરથી જ કહી છે, કરો આંખ ખાલી.

હજી દિલની ભીનાશ,આંખોમાં "આનંદ",
સલામત રહી છે, કરો આંખ ખાલી. 

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: