ધુમ્મસ છાઇ હવામા ફરે છે,તારીને મારી પ્રિતની વાતો,
જાણે અજાણે લોક કરે છે, તારીને મારી પ્રિતની વાતો.
ગંગા યમુના ના સંગમ તટ પર,
સ્મરણ દિપિકા થઇને સરે છે,તારીને મારી પ્રિતની વાતો.
અમાસની રાતે અંધ ગગનમા,
તેજ લીસોટો થઇને ખરે છે,તારીને મારી પ્રિતની વાતો.
ઉઘડતા પ્રભાતે પુષ્પોના મુખ પર,
ઓસબિંદુ થઇને ઠરે છે,તારીને મારી પ્રિતની વાતો.
રૂઢિગત જમાનાની પ્રણાલિઓ પર,
કેવા વજ્રાઘાત કરે છે,તારીને મારી પ્રિતની વાતો.
વાતો નિકળે જો બરબાદીની તો,
સહુથી પહેલા લોક સ્મરે છે,તારીને મારી પ્રિતની વાતો.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો