દરદ દુનિયાએ આપ્યુંછે,દવા પણ એજ તો દેશે,
અને ઝખમો ફરીથી રોજ નવા પણ એજ તો દેશે.
જેના સળગતા ઘરની કદી મેં આગ બુઝાવી છે,
મારી ચિતાને ઝનૂનથી હવા પણ એજ તો દેશે.
ભલે થઇ બેવફા માર્યો, મને વિશ્વાસ છે કિન્તુ,
કબર પર મારી આવીને, દુવા પણ એજ તો દેશે.
અને ઝખમો ફરીથી રોજ નવા પણ એજ તો દેશે.
જેના સળગતા ઘરની કદી મેં આગ બુઝાવી છે,
મારી ચિતાને ઝનૂનથી હવા પણ એજ તો દેશે.
ભલે થઇ બેવફા માર્યો, મને વિશ્વાસ છે કિન્તુ,
કબર પર મારી આવીને, દુવા પણ એજ તો દેશે.
વખોડતા રહ્યાં છે મુજને, સતત જે ખાનગી ખૂણે,
ભરી સભામા અદબથી વાહવા પણ એજ તો દેશે.
સત્યાપન નો હકિકતમા જેઓ બહુ આગ્રહ રાખે છે,
આવી ને રોજ ફળફળતી અફવા પણ એજ તો દેશે.
વિનોદ નગદિયા(આનંદ)
સત્યાપન નો હકિકતમા જેઓ બહુ આગ્રહ રાખે છે,
આવી ને રોજ ફળફળતી અફવા પણ એજ તો દેશે.
ખુશી લઇને જે આવે છે તમારે આંગણે "આનંદ",
ખુશીને સાવ જીવનથી જવા પણ એજ તો દેશે.
ખુશીને સાવ જીવનથી જવા પણ એજ તો દેશે.
વિનોદ નગદિયા(આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો