જળ દિવાલ ભફ્ફ પડી ટીપું થઇ,
ખંડેર ની ઉદાસી આંખમાં દેખાઇ ગઇ.
સામા મળીને એમણે તો સ્મિત ફરકાવ્યું,
આંખ મારી તોય કેમ ભીજાઇ ગઇ?
દર્દ બીજાનું કાયમ અમે લીધા કર્યું,
દવા હતી જે બધી વહેંચાઇ ગઇ.
જે પથ્થરો વાગ્યા તેમાં રચના કરી,
ને મારી ઘડેલી મુર્તિઓ પુજાઇ ગઇ.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો