મંગળવાર, ઑગસ્ટ 23, 2016

ક્યાંથી ક્યાં કરે

ટેરવાં કણસ્યા કરે,
સ્પર્શ સતત ખર્યા કરે.

મારી અંદર એક જણ,
રોજ રોજ મર્યા કરે.

આંખ ને કોની છબી,
લોહી લુહાણ કર્યા કરે.

લાગણીઓ ધાર થઇ,
આ હ્રદય ખોતર્યા કરે.

યાદ બૂમેરેંગ છે,
ઘાવ ક્યાંથી ક્યાં કરે.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: