બુધવાર, ઑગસ્ટ 31, 2016

ભગવો

ધીમે ધીમે રંગ ચઢતો જાય છે ભગવો,
ધીમે ધીમે માંહ્યલો રંગાય છે ભગવો.

ધારણ અને આચરણમાં બહુ તફાવત છે,
ધધપપૂ ને ક્યાં કદી સમજાય છે ભગવો.  

ભાવ જાગે ભીતરે વિરક્તિનો "આનંદ",
સ્પર્શમાં સહુને હવે પરખાય છે ભગવો.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: