સોમવાર, ઑગસ્ટ 08, 2016

પૂજા

ન આરતી ન થાળ,
ન ફુલ કે ફરાળ,
મહેંકે અખંડકાળ....

ન ઉલાળ કે ધરાળ,
ન ખોટી આળ પંપાળ,
બધાની દેખભાળ.....

ન જિંદગી પર આળ,
ન દઝાડતી કોઇ ઝાળ,
સંતોષની નિશાળ.....

એ અન્નપૂર્ણાની બાળ,
એ ભાવનાની ભાળ,
એ કલ્પતરુની ડાળ....

પૂજાનો બીજો કોઇ 
અર્થ શું હોઇ શકે !

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: