બુધવાર, સપ્ટેમ્બર 28, 2016

હમશ્રોતા



રોજ કામ કરતા કરતા 

મ્યુઝિક સિસ્ટમ પર 

હું પસંદગીના ગીતો 

વગાડું છું.

રોજ એક કબૂતરી 

બારીમાં આવીને બેસી જાય છે,

મધુર દર્દીલાં ગીતો સાંભળે છે,

અને ડોક વાંકી કરીને

ભીની આંખે ટગર ટગર 

મારી તરફ જોયા કરે છે,

બિલકુલ તારી જેમ !


વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: