શુક્રવાર, સપ્ટેમ્બર 23, 2016

કરે છે તું



કાયમ ભગા કરે છે તું,
કોને સગા કહે છે તું !

પોતાની જાત સાથે પણ,
કેવાં દગા કરે છે તું.

વેરાન દિલનો વાસ હો,
ત્યાં જઇ જગા કરે છે તું.

ગીતોને માણતો નથી,
ગાગાલગા કરે છે તું.

દુનિયા બધી ઉદાસ છે,
"આનંદ" ગગા કરે છે તું.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: