શુક્રવાર, ઑક્ટોબર 14, 2016

સપના



કુપોષણથી પીડિત સપનાઓ
હવે સુડોળ નથી રહ્યાં,
કોઇ સાવ માયકાંગલા થઇ ગયા છે
તો કોઇ ઢમઢોલ થઇ ગયા છે
કોઇ અકાળે વૃધ્ધ થઇ ગયા છે
તો કોઇ વરસોથી ઠિંગુજ રહ્યાં છે
જે સપનાના રોજ સપના જોતા હતાં,
જે સપનાને દિનરાત ઝંખતા હતાં,
જે સપનાએ ઉંઘ હરામ કરી નાંખી હતી,
એ સપના હવે દીઠાં ગમતા નથી,
ક્યારેક લાગે છે, માવજત માર ખાઇ ગઇ છે
પરંતુ ખરેખર
આ કુપોષિત સપના માટે જવાબદાર કોણ છે ?
પ્રકૃતિ વિરૂધ્ધના વિચારો સાથે દીર્ઘ સંવનન ?
આંધળી દિશા ?
કે
ઉભડક ઉછેર !
હવે મોતીયો ઉતારવાનો સમય થઇ ગયો છે.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: