શનિવાર, ઑક્ટોબર 22, 2016

નાતો

આડી અવળી વાતો નથી,
ગીત ખુદના ગાતો નથી,

સહેજમાં હરખાતો નથી,
આંખથી પરખાતો નથી,

બહુ નિકટનો નાતો નથી,
દિલમાંથી પણ જાતો નથી,

આંખ મા વરતાતો નથી, 
પણ ઝખમ રૂઝાતો નથી. 

ગેપ છો દેખાતો નથી, 
હાથ પણ સંધાતો નથી.


વિનોદ નગદિયા (આનંદ)


    



 

ટિપ્પણીઓ નથી: