રવિવાર, ઑક્ટોબર 23, 2016

હાઇકુ



નયન તારા
નેત્ર પટલ પર
રંગોળી પુરે
.......

વિચાર તારા
ફૂલઝડી થઈને
આંખમાં ફૂટે
........

દર દિવાળી
સથવારો આપનો
છપ્પન ભોગ
.......

પગલાં તારા
દરરોજ દિલમાં
ધનતેરસ
............

દર દિવાળી
એક આશા આંગણે 
તોરણ બાંધે.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: