રવિવાર, નવેમ્બર 20, 2016

થયા

ટેરવાં બરછટ થયા,
છેવટે પાકટ થયા.

ધર્મને છેડ્યો જરા,
લોહીના વહીવટ થયા.

સેલથી ઉંચકાય છે,
ડીજીટલ ઘૂંઘટ થયા.

યાદના વરસાદમાં,
એ સદા વાછટ થયા.

એ કદી સામે મળ્યા,
નેણલાં પનઘટ થયા.

કુટિલતા શીખ્યા નહીં,
તેથી સીધાંસટ થયા.

વિનોદ નગદીયા  (આનંદ)

ટિપ્પણીઓ નથી: