સોમવાર, નવેમ્બર 21, 2016

એવી હવા નથી


મારા વિષે થોડી તને  જો ખેવના નથી,
તારી કને આ હાથને ફેલાવવા નથી.


ફૂલો સમા છે સ્પર્શ ને ઝાકળ શાં હેત છે,
ડંખો છતાં ને કેમ પણ ઓછાં થતાં નથી.


લાગે તને જો હાર આ છેવટની હાર છે,
નિકળી જવાની તો પછી કોઈ મના નથી.


અક્ષર ભલેહો એમના પણ શબ્દો એના નથી,
ઝળઝળિયાં તેથી આંખમાં તો આવતાં નથી.


તોફાન માં પણ મસ્તીની એણે જલાવી શગ,
બૂઝાવી દે "આનંદ"ને એવી હવા નથી.


વિનોદ નગદીયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: