મંગળવાર, ડિસેમ્બર 06, 2016

સ્વભાવ નથી કંઇ

ફિકર કરવા નો સ્વભાવ નથી કંઇ,
જિંદગીમાં તેથી તણાવ નથી કંઇ.

થોડું થોડું ટપકે છે દિલ ભલે પણ,
આંખમાંતો ભીનો ભાવ નથી કંઇ.

લોહીથી લથબથ ગઝલો મળે છે,
દેખીતો પણ એવો ઘાવ નથી કંઇ.

સાચવી લીધાં સંબંધો ઘણાં પણ,
લાગણીનો ઉંડો લગાવ નથી કંઇ.

એમ તો થોડુંક ચાહી લીધું છે,
જીવતર એળે તો સાવ નથી કંઇ.

સંકેલી લ્યો શતરંજ "આનંદ" 
રસ હવે રહે એવો દાવ નથી કંઇ.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: