શનિવાર, જાન્યુઆરી 07, 2017

હાઈકુ

કેટલાં ખ્વાબો
રોજ પતંગ થઇ
લોહીમાં ઉડે

********

મારુ આકાશ
પતંગ વિના પણ
દેખાય મને

*********

પતંગમાંથી
ચાળી લે છે મોસમ
ગમતો સૂર્ય

********

તૂટી પતંગ
અણમોલ ઓઢણી
સૂકી ડાળની


વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: