બુધવાર, જાન્યુઆરી 04, 2017

સુહાગે

સંત ચરણ સમર્પણ સુહાગે,
જીવતરની હર ક્ષણ સુહાગે.

જોઇ શકોજો અસલી ચહેરો,
ગમે ત્યાં ગમે તે દર્પણ સુહાગે.

ત્રાંબા વરણું તપ્યા પછી તો,
સઘળી ધરાના રણ સુહાગે.

તસવીર પાસે પુષ્પો કરતાં,
અશ્રુબિંદુનાં તર્પણ સુહાગે,

મોતી સરખાં શેર થઇને,
ગઝલોમાં સહુ વ્રણ સુહાગે.

બે ચાર આંખો ભીની થઇ તો,
મલક મલક થઇ મરણ સુહાગે.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: