મંગળવાર, માર્ચ 14, 2017

બારસાખે

બારસાખે

હજી છે અવિચલ ઉમંગ બારસાખે,
કરે દ્વાર સ્વાગત સંગ બારસાખે.

જટા જેમ તેથી જ વિખરાઇ ગઇ છે,
પધારી છે પાવન ગંગ બારસાખે.

ન આવી જ રોનક આ ઘરમાં કદાપિ,
ઘણાં છાંટી જોયા મેં  રંગ બારસાખે.

બે મહેમાન આવીને ઉભા રહે તો,
થઈ જાય હાલત તંગ બારસાખે.

દિલેરી અને પરિસ્થિતિઓ ની વચ્ચે.
રહ્યો છે જ કાયમ જંગ બારસાખે.


વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: