મંગળવાર, માર્ચ 21, 2017

ખબર રાખી છે

બેખબર રહીને ખબર રાખી છે,
બંધ આંખે મેં નજર રાખી છે.

બેવફાઈ ક્યાં હવે થઇ શકે,
એની પાસે મેં કબર રાખી છે.

રાતરાણી રોપી દઇ આંગણે,
યાદ એને ઉમ્રભર રાખી છે.

આહમાં સ્મિતનો અહેસાસ રહે,
આહમાં એટલી અસર રાખી છે.

જ્યાં અડો ત્યાં ઝળઝળિયાં મળે,
લાગણી મેં ઇસ કદર રાખી છે.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: