ગુરુવાર, મે 11, 2017

કરવટ બદલ હવે

સપના સરી ગયા,કરવટ બદલ હવે,
દ્રશ્યો ફરી ગયા,કરવટ બદલ હવે.

સ્મરણ કોઈના આવી,આ સેજ ની કરચલી,
કરવત કરી ગયા,કરવટ બદલ હવે.

એ પણ ભલા અહીં,સૂની કબર ઉપર,
પુષ્પો ધરી ગયા,કરવટ બદલ હવે.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: