રવિવાર, મે 14, 2017

ધારદાર છું

હોંશિયાર છુ, પણ ઉદાર છું.
આમ જો ગણો તો ગમાર છું.

સેંકડો જીવન તેજ મેળવે,
એક હું એવો અંધકાર છું.

જિંદગી હવે કાંતમા સતત,
રોમ રોમ હું તારતાર છું.

કોઇ આંખમાં કસ્તર થઇ રહું,
કોઇ આંખનો ઈંતઝાર છું.

વાગતો મને રાત દિન સદા,
ભીતરે ઘણો, ધારદાર છું.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: