શુક્રવાર, મે 05, 2017

મેં

કાયમ કસોટી આકરી દીધા કરી છે મેં,
તો પણ હયાતીને કદી ક્યાં ના કહી છે મેં.

ફૂલોની આરપાર પણ જોઈ શકું છું હું,
ફૂલોની સાથે એટલી મિત્રતા કરી છે મેં.

મારાજ સ્પર્શથી મને સમજાવવો પડ્યો,
મજબૂરી કેવી ટેરવા ભીતર સહી છે મેં.

આખા જીવનમાં જેટલા શ્વાસો નથી ભર્યા,
દિલ માં કોઈના એટલી આહો ભરી છે મેં.

સમતોલ રહી શક્યું છે કંઇ એ રીતે જીવન,
"આનંદ" ભારોભાર જ ઉદાસી ભરી છે મેં.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: