રવિવાર, મે 14, 2017

મધર્સ ડે ની ભેટ

મેં મહિના નો બીજો રવિવાર હતો, આજે ઓપરેશન હતું.એણે બધા રિપોર્ટ્સ તપાસ્યા,સ્યુગર,બીપી બધું નોર્મલ હતું.ઓપેરશન ટેબલ પાસે એ પહોંચ્યો,એક્સપર્ટ ડોક્ટરોની ટીમ એની સહાયતા કરવા ખડે પગે તૈયાર હતી.એણે પોતે પણ આવા સેંકડો ઓપરેશન સફળતા પૂર્વક પાર પડ્યા હતા.પરંતુ આજે એના હાથ ધ્રુજતા હતા,એણે સર્જિકલ બ્લેડ હાથમાં લીધી, ખુબ ગળગળા થઇ એક લાગણી સભર સ્પર્શ કર્યો.છેવટે મન મક્કમ કરી ધસમસતા આંસુઓને ખાળી ,એણે પોતાની માં નું સ્તન કાપી નાખ્યું.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: