રવિવાર, મે 07, 2017

યાદો

અડાબીડ યાદો,
સદા પીડ યાદો.

અમે લીલું ખેતર,
અને તીડ યાદો.

દરદ ક્યાંથી ભાગે,
નડે ભીડ યાદો.

હવાની જ માફક,
સતત નીડ યાદો.

ગઝલ છોડ મહેંક્યો,
હતી સીડ યાદો.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: