સોમવાર, મે 08, 2017

જાતરા

જ્યાં ત્યાં જરા તરા,
ગળતર મળે ખરા.

દેખાવડા ઘણા, 
સ્વભાવ આકરા !

મારા ય ગામમાં,
એના  જ વાયરા.

ચડતા નથી હવે,
ઊર્મિના આફરા.

મારી બધી ગઝલ,
"આનંદ" જાતરા.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: