શનિવાર, મે 06, 2017

અસલામત

મેં મને ખુબ સધ્ધર બનાવ્યો છે,
ગાડી, બંગલા , નોકર,ચાકર ,
વાડી ,વજીફા,સગાં ,સ્નેહી,
ઝર,ઝવેરાત,બેન્ક બેલેન્સ,
બધું જ છે,
પણ "બા"
તારી આંગળી પકડતા જ
મળતી હતી
એ સલામતી ક્યાં?

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: