મંગળવાર, મે 09, 2017

માણો

સમી સાંજે કોઈ અગાસીને માણો,
અને એની કોરી ઉદાસીને માણો .

મળી જાય કોઈ અચાનક અગર તો,
ખુશીને બરાબર તપાસીને માણો.

ચરિત્ર સાચું મળશે તમસમાં તમારૂં,
કદી રાત કોઈ અમાસીને માણો.

બની જાવ બાળક કદી બાળ સાથે,
ને એની રમત મ્હોં વકાસી ને માણો.

સફરમાં રહે લઈને ગીતોની મસ્તી,
એ "આનંદ" એકલ પ્રવાસીને માણો.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: