શનિવાર, સપ્ટેમ્બર 16, 2017

બરડ

કાં તડ અને કાં ફ્ડ ,
છે વ્હેમ ના ઓસડ.

ગળતર થતો આદર,
સંબંધ માં છે તડ.

જો વસ્ત્ર જર્જરિત હો,
બેસાડવી ના ગડ.

ના સ્પર્શ બહુ પ્રેમથી,
છે હૈયું સાવ બરડ .

મસ્તી ભરી ખુદની,
"આનંદ" રસ્તે પડ.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: