સોમવાર, સપ્ટેમ્બર 18, 2017

કારણ વગર

ફૂલો હસે કારણ વગર,
મનમાં વસે કારણ વગર.

તસવીર પણ એની હવે,
દિલમાં ડસે કારણ વગર.

પડઘો છતાં પડતો નથી,
પર્વત ખસે કારણ વગર,

અગણિત ઝખમ દીધાં પછી,
વ્હાલાં કસે કારણ વગર.

"આનંદ" એની યાદમાં,
કાયમ ફસે કારણ વગર.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: