બુધવાર, સપ્ટેમ્બર 20, 2017

નિવૃતિયોગ

લેપટોપમાં ગણેશ સ્ત્રોત્ર પુરૂં થઇ ગયું છે,
શિવ સ્ત્રોત્ર અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ પણ પુરો થઇ ગયો છે,
મહામૃત્યુંજય મંત્રનો જાપ ચાલુ છે,
ચા નાસ્તો થઇ ગયા છે,
રોજ આઠને પચ્ચીસથી સાડાઆઠ વચ્ચે આવતી છીંક 
આજે આઠને ત્રેપને આવી છે,
વોટ્સએપના બધા મેસેજ વંચાઇ ગયા છે 
અને ફોર્વર્ડ કરવા જેવા ફોર્વર્ડ પણ થઇ ગયા છે,
ફેસબુકની બધી પોસ્ટ પણ વંચાઇ ગઇ છે
અને લાઇકનો વાટકી વહેવાર પણ પુરો થઇ ગયો છે,
બધા છાપા અને ચોપાનીઆ પણ વંચાઇ ગયા છે,
હવે ?
દિકરાને ફોન કરું ?
ના ના, અત્યારે  યુ એસ માં દસ વાગી ગયા હશે,
દિકરો વહુ સુઇ ગયા હશે.
બેંગલોરમાં દિકરીને ફોન કરૂં ?
ના, આત્યારે એ બન્ને નોકરી કરવા પહોંચી ગયા હશે.
લેપટોપની ઘડીયાલમાં નજર કરૂ છુ
હજી તો સાડા દસ થયા છે,
ચાલો..આજે શું કરવું એનો વિચાર કરીએ,
બપ્પોર સુધી.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: