શનિવાર, સપ્ટેમ્બર 23, 2017

અનુભવી છે મેં

સાવ પાસે દૂરતા અનુભવી છે મેં,
લાગણીની ક્રૂરતા અનુભવી છે મેં.

યાદ એની આવી ગઇ જો અચાનક,
સ્પર્શની એ મધુરતા અનુભવી છે મેં.

આ હ્રદયને એ દશા લાગ આવી ગઇ,
શૂન્યતામાં સૂરતા અનુભવી છે મેં.

બે કદમ આગળ અગર નીકળી ગયો,
દોસ્તદારી ઘૂરતા અનુભવી છે મેં.

જ્યાં જિગરને દોસ્ત "આનંદ" આવે છે,
ત્યાં ગઝલને સ્ફુરતા અનુભવી છે મેં.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: