મંગળવાર, સપ્ટેમ્બર 26, 2017

અગણિત

એક બે ત્રણ ચાર અગણિત,
દિવસ ગયા બેકાર અગણિત.

વાસું તો ક્યાં વાસું ભોગળ,
એક દિલ પણ દ્વાર અગણિત.

તૂટતી રહી રોજ કહાણી,
જિંદગીના ભાર અગણિત.

દર્દ એક જ ઘા માં થાતું,
સહુ કરે છે વાર અગણિત.

એ જ થઇ જીવતરનું મારણ,        
છે ગઝલ ઉપકાર અગણિત.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: