મંગળવાર, નવેમ્બર 28, 2017

રંગો ભરો

સાંજ ઢળતી જાય છે રંગો ભરો,
રંગોળી વિખરાય છે રંગો ભરો.

અંત લાવો યા તો લાવો મોડ કંઈ,
વાત ફિક્કી થાય છે રંગો ભરો.

આપના અવસાદની એને સજા?
આંગણું હિજરાય છે રંગો ભરો.

સ્પર્શ એને કયો મુલાયમ સાંભર્યો?
ટેરવાં મલકાય છે રંગો ભરો.

કોણ જાણે ક્યારે આવે તેડલાં,

એટલે તો થાય છે રંગો ભરો.

આ ગઝલ કેન્વાસમાં કેવી સરસ,
જાતને દોરાય છે રંગો ભરો.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: