ગુરુવાર, નવેમ્બર 30, 2017

રાત બગડે

સમી સાંજે યાદ ન કરાય, રાત બગડે, 
અગાસીમાં એમ ન જવાય, રાત બગડે.

પલક ઉપરના સ્પર્શની યાદે,
સહજ હ્રદય પણ ભીનું લાગે,
છતાં ભીની આંખ ન કરાય, રાત બગડે.

કોઇ ચહેરો બહુ જ સતાવે,
નસે નસ જાણે બધિર બનાવે,
કદી એવું તંગ ન થવાય, રાત બગડે. 

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: