રવિવાર, જાન્યુઆરી 07, 2018

ઘાવ છો.

પાંચમા પૂછાવ છો,
પણ અમારો ઘાવ છો.

શૂળની છો જાત પણ,
પુષ્પનો દેખાવ છો.

ખુદ શરમ શંકા કરે,
એટલું શરમાવ છો.

તાગ મળશે નહિ કદી,
ખૂબ ઊંડી વાવ છો.

જિંદગી રમતી રહી,
બહુ જ અઘરો દાવ છો.

નામ છે "આનંદ" પણ,
ક્યાં કદી હરખાવ છો !

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: