શુક્રવાર, માર્ચ 16, 2018

ક્યાંથી મળી શકે!

પહેલાં સમો એ ભાવ તો ક્યાંથી મળી શકે!
નજરોમાં એ ઝુકાવ તો ક્યાંથી મળી શકે!

અટકી જતાં 'તા શ્વાસ જો સામે મળે કદી,
એવો હવે લગાવ તો ક્યાંથી મળી શકે!

તાક્યા કરો છો શું મને બાઘા બની સદા,
ભીંતોની એજ રાવ તો ક્યાંથી મળી શકે!

થોડીક લાગણી હજી અંદર પડી હશે,
પણ તું અહીં ન આવ તો ક્યાંથી મળી શકે!

કાયમ ગઝલની આડ લઇ મળવું પડે તને,
"આનંદ" એથી સાવ તો ક્યાંથી મળી શકે!

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: