સોમવાર, માર્ચ 26, 2018

થાકી ગયા અમે

અમથા ડરી ડરી અને થાકી ગયા અમે,
તલ તલ મરી મરી અને થાકી ગયા અમે.

દાતાર તારી દાતારી ઓછી નથી થતી,
સજદા કરી કરી અને થાકી ગયા અમે.

તારા મળે દલાલ પણ તું ના દીસે કશે,
મંદિર ફરી ફરી અને થાકી ગયા અમે.

કાયમ હશે શું પાનખર ચિતરી નસીબમાં?
નિશ દિન ખરી ખરી અને થાકી ગયા અમે.

ના રાત ખૂટતી હજી, ના આંખ ખુલતી,
સપના ચરી ચરી અને થાકી ગયા અમે.

તો પણ સુગંધ હાથમાં બેસી નહીં કદી,
પુષ્પો ધરી ધરી અને થાકી ગયા અમે.

વિનોદ નગદિયા (આનંદ)




ટિપ્પણીઓ નથી: