મંગળવાર, એપ્રિલ 10, 2018

જાત કઠે છે

સાંજ પડે ને જાત કઠે છે,
યાદ ખડે ને  જાત કઠે છે.

ડાયરીઓના ધૂમિલ ઢગલે,
ડમરી ચડે ને જાત કઠે છે.

કરચલીયાળા ભાલ પ્રદેશે,
ભેજ અડે ને જાત કઠે છે.

સાવ સમી સાંજે મનગમતાં,
તે જ જડે ને જાત કઠે છે.

જિંદગી કોઈના અશ્રુઓની,
જેમ દડે ને જાત કઠે છે.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: