બુધવાર, જૂન 27, 2018

નથી તો નથી

લગાતાર ચાહત,નથી તો નથી,
હ્રદય કિંતુ આહત,નથી તો નથી,

કણસવાની આદત,અમસ્તી પડી,
કશે પણ જરાહત,નથી તો નથી.

હશે રંજ થોડો,આ હાલત ઉપર, 
છતાં જલજલાહત,નથી તો નથી.

સમય તો લગાવે,મલમ દિલથી પણ,
હજી કોઇ રાહત,નથી તો નથી,
  
દિલેરી તો "આનંદ",અકબંધ છે,
ભલે બાદશાહત,નથી તો નથી

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: