સોમવાર, જૂન 25, 2018

કાપી નાંખ્યો મેં

બહુ વિકટ રસ્તો હતો,કાપી નાંખ્યો મેં,
જે સમય હસતો હતો,કાપી નાંખ્યો મેં.

ધર્મ ખતરામાં હતો,ને હજી ભીતર,
આદમી વસતો હતો,કાપી નાંખ્યો મેં.

આ અહમ કાયમ મને,ઝેરવટ લઈને,
સાપ થઇ ડસતો હતો,કાપી નાંખ્યો મેં.

સાવ અંગત જે હતો,એ સંબંધ તાણમાં,
ટાંકણે ફસતો હતો,કાપી નાંખ્યો મેં.

યાદ કોઈ આવતાં,પાણીનો પુરવઠો,
આંખમાં ધસતો હતો,કાપી નાંખ્યો મેં.

વિનોદ નગદિયા (આનંદ)

 

ટિપ્પણીઓ નથી: