બુધવાર, જૂન 20, 2018

સંભાળજો જરા

અહીં થોડી ભીનાશ છે, સંભાળજો જરા,
વળી ભીતર કુમાશ છે, સંભાળજો જરા.

ખરી પડે ન ક્યાંક આંખથી ઉદાસ થઇ,
ઘણી જ ઘરડી આશ છે,સંભાળજો જરા.

છે સાવ જર્જરિત કોઈની લાગણી નું ઘર,
ને ઉંબરે ચીકાશ છે, સંભાળજો જરા.

અહમના સૂર્ય આથમી રહ્યા દીસે ભલે,
હજી થોડી રતાશ છે,સંભાળજો જરા.

આવો તો પ્રેમથી અમે સમાવી લેશુ પણ,
હ્રદયમાં સંકડાશ છે,સંભાળજો જરા.

સુખદ ઘણી જ હોય છે સમયની પ્રીત પણ,
નિયતિનો બાહુપાશ છે,સંભાળજો જરા.


વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: