મંગળવાર, જુલાઈ 10, 2018

સુખ

 વરસતાં વરસાદમાં 
બારી બહારથી આવતી વાછટ 
મને એવી રીતે વીંટળાઇ વળે છે 
જાણે તારાં ભીનાં ભીનાં કેશ!
ને હું ડૂબતો જાઉં છું અતીતના ઊંડા ઊંડા વારિમાં,
જીવનના કેટલાંય ખાટા મીઠા પ્રસંગો 
નજર સામે થી પસાર થઇ જાય છે,
ત્યારે ખ્યાલ આવે છે, 
કે
મારા જીવનમાં કેટલી વણાઇ ગઇ છે તું!
તારા વિના અસ્તીત્વની કોઇ પળ કલ્પી શકાતી નથી,
તારી સાદગી,
તારી સેવા,
તારો સ્નેહ,
તારૂં સમર્પણ....
હું દુનિયાનો સૌથી સુખી માણસ છું.
 
લગ્નદિન મુબારક..વ્હાલી !
 
વિનોદ નગદિયા (આનંદ)

 

ટિપ્પણીઓ નથી: